મોરબીના બેલા ગામે કારખાનામાં કારે હડફેટે લેતા માસુમ બાળકીનુ મોત
મોરબી: મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં બહુચર કાંટા પાછળ કર્મ મીનરલ કારખાનામાં કાર રીવર્સમા ચલાવી હડફેટે લેતા દોઢ વર્ષની માસૂમ બાળકીનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં બહુચર કાંટા પાછળ કર્મ મીનરલ કારખાનામાં રહેતા પ્રકાશભાઇ રુખડુભાઈ ચૌહાણ (ઉ.વ.૨૦) એ આરોપી કાર નં -GJ-36-F-3310 ના ચાલક યતીનભાઈ કાંતિલાલ ઉધરેજા (ઉ.વ.૨૩) રહે. બેલા તા. મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૪-૦૭-૨૦૨૩ ના રોજ બપોરના એકાદ વાગ્યાના અરસામાં આરોપીએ પોતાના હવાલા વાળી કાર નં-GJ-36-F- 3310 બેદરકારી અને ગફલતભરી રીતે મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે રીવેર્સમા ચલાવી ફરીયાદીની દીકરી જ્યોતીબેન ઉ.વ-ડોઢ વર્ષ વાળીને હડફેટે લઇ અકસ્માત કરતા શરીરે તથા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે પ્રકાશભાઇએ આરોપી કાર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૨૭૯, ૩૦૪(આ) તથા એમ.વી.એક્ટ કલમ -૧૭૭,૧૮૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.