Monday, May 12, 2025

મોરબી: ફેક્ટરીના પ્રદુષણથી ખેતરમાં ઉગેલ પાકને થયેલ નુકશાનનુ ખેડૂતોને યોગ્ય વળતર ચુકવવા CMને રજૂઆત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના ખેડૂત ખાતેદાર દ્વારા એવી અરજી કરેલ કે ખેતરમાં વાવેલ પાકમાં ફેક્ટરીના પ્રદુષણથી નુકસાન થયેલ છે જેથી ઈન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી બાવરવાએ મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી ખેડૂતોને યોગ્ય વળતર ચુકવવા રજુઆત કરી છે.

ઈન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી બાવરવાએ મુખ્યમંત્રીને પત્ર લખી લેખિત રજુઆત કરી છે કે વાંકાનેર ના ખેડૂત ખાતેદાર ભોરણીયા રફીક સવાહી તરફથી અરજી મળેલ છે.  વાવેલ પાકમાં કોઈ ફેક્ટરીના પ્રદુષણના કારણે પાકમાં નુકશાન થવા પામેલ છે.

જો કોઈ ફેક્ટરી વાળા પોતાની બેદરકારી દ્વારા કોઈ ખેડૂતને નુકશાન જાય તેવું કૃત્ય કરે અને ખેડૂતને નુકશાન જાય તેવું બને તો તેને સરકારે યોગ્ય તપાસ કરીને યોગ્ય વળતર ચુકવવું જોઈએ અને સામે આવી ફેક્ટરીને ક્લોઝર આપીને કાયમી ધોરણે બંધ કરાવવી જોઈ.તેથી આ બાબતે કાંતિલાલ ડી બાવરવાએ માંગ કરી છે કે યોગ્ય તપાસ કરી વૈજ્ઞાનિકો દ્વારા લેબોરેટરી કરીને ક્યાં ફેકટરી વાળાની બેદરકારી થી આવું થવા પામેલ છે. તે નક્કી કરીને તે ફેકટરી માલિકો સામે કાયદેસરના પગલાં લેવામાં આવે. અને જો આ બાબતે યોગ્ય પગલાં ભરવામાં નહિ આવે તો ગ્રીન ટ્રીબ્યુંનલમાં ફરિયાદ કરવાની તેમજ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર