મોરબીના ઘુંટુ ગામની સીમમાં બાઈક પરથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો, બે ઈસમો ફરાર
મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં આવેલ જીઓલાઈક સેનિટરીવેર કારખાના સામે કાચા રસ્તે બાઈક પરથી ઈંગ્લીશ દારૂની બાર બોટલ મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી છે જ્યારે આરોપી બે શખ્સો બાઈક મુકી નાસી જતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં આવેલ જીઓલાઈક સેનિટરીવેર કારખાના સામે કાચા રસ્તે આરોપીઓએ પોતાના હવાલા વાળા હિરો કંપનીનુ સ્પલેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નં- GJ-36-AA-8858 વાળાના ચાલક તથા પાછળ બેસેલ ઇસમે પોતાના મોટરસાયકલ વચ્ચે કાળા થેલામા ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૨ જેની કુલ કિ.રૂ-૩૬૦૦/- નો મુદ્દામાલ તથા મોટરસાયકલ સ્પલેન્ડર પ્લસ જેના રજી GJ-36-AA-8858 કિ.રૂ.૨૦,૦૦૦/-ગણી કુલ મુદામાલ રૂપિયા ૨૩,૬૦૦/- નો મુદ્દામાલ મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપીઓ સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેના વિરૂધ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.