Monday, May 12, 2025

મોરબીમાં ઉભરાતી ગટરોથી ક્યારે પ્રજાને મળશે છુટકારો; શું આ નિંભર તંત્ર જાગશે ?

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ધારાસભ્ય કાંતિભાઇ ની મોરબી નગરપાલિકાની છાપ સુધારવાની વાતો ફક્ત વાતો પુરતી જ ?

મોરબી: મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સુપર માર્કેટમાં છેલ્લા એક મહિનાથી ગટર ઉભરાઈ રહી છે જેના લીધે સુપર માર્કેટમા પાર્કિંગ ગંદા પાણીથી ભરાઈ ચુક્યું છે જેથી વેપારીઓને અવર જવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વેપારીઓ તેમજ મોરબીની પ્રજા ઉભરાતી ગટરોથી હેરાન થઈ રહી છે તેમ છતાં નગરપાલિકાના પેટનું પાણી પણ હલતું નથી. આ નિંભર તંત્ર ક્યારે જાગશે.

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ આશાપુરા ટાવરમા સાંસદ મોહનભાઈ કુંડારીયાના કાર્યાલયની સામે આવેલા સુપર માર્કેટમાં છેલ્લા એક મહિનાથી ગટર ઉભરાઈ રહી છે જેના લીધે સુપર માર્કેટના પાર્કિંગમા અતિશય ગુર્ગંધ મારતુ ગંદુ પાણી વહી રહ્યુ છે જેના લીધે સુપર માર્કેટના વેપારીઓ તેમજ પ્રજાને અવર જવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સતત એક મહિનાથી ગટર ઉભરાઈ રહી છે તેમ છતાં નગરપાલિકાના પેટનું પાણી નથી હલી રહ્યું નિંભર તંત્ર કોઈપણ જાતની પરવાહ કર્યા વગર સુતું રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. 

મોરબીને સાસંદ તો મળ્યા પરંતુ તેમને પણ ગંદકીમાં રહેવાની આદત હોય તેમ લાગી રહ્યું છે તેમના કાર્યાલય સામે ગટર ઉભરાઈ રહી છે તેમ છતા તેમના કાર્યકર્તાઓ દ્વારા કે મોહનભાઈ દ્વારા તે ઉભરાતી ગટરોનો હલ નથી કરી રહ્યા. ત્યારે મોરબી નગરપાલિકાને આ ઉભરતી ગટર દેખાઈ નથી રહી કે પછી જાણી જોઈને નઝર અંદાઝ કરી રહી છે. શું પ્રજા અને વેપારીઓ દ્વારા જે ટેક્ષ નગરપાલિકામાં ભરવામાં આવી રહ્યો છે નિંભર તંત્રને મોજશોખ કરવા માટે આપી રહ્યા છે. નિંભર તંત્ર એ નથી વિચારી રહ્યા કે હાલ ચોમાસું ચાલી રહ્યું છે ત્યારે ગંદકીના લીધે કેટલાક જીવલેણ રોગો જેવા કે ટાઈફોઈડ. કોલેરા, જાળા ઉલટી જેવા રોગ પ્રજામા ફેલાય શકે છે. પ્રજાની ચિંતા છોડીને ફક્ત પોતાની ચિંતા કરવા અને સુખ સુવિધાઓ મેળવનાર આ નકટુ તંત્ર પ્રજાને ક્યારે પ્રાથમિક સુવિધાઓ આપશે અને લોકોને આ ઉભરતી ગટરોની સમસ્યામાંથી છુટકારો આપશે.

ઉલ્લેખનીય છે કે નગરપાલિકા દ્વારા જે ગટરોના ઢાંકણા બનાવવામાં આવે છે તેમા પણ વેઠ ઉતારવામાં આવે છે ઢાંકણા વહેલાસર તુટી જાય તેવા ઢાંકણાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઉચ્ચ ગુણવત્તા યુક્ત ઢાંકણા પણ નાખવામાં નથી આવતા. જેના લીધે પણ ઘણી વખત ગટરો ઉભરાતી રહે છે.

ત્યારે આ મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સુપર માર્કેટમાં છેલ્લા એક મહિનાથી ગટર ઉભરાઈ રહી છે તેનો ઉકેલ આવશે કે નહીં. અને નિંભર તંત્ર જાગશે કે પછી જાણી જોઈને આ બધું નઝર અંદાઝ કરશે અને મોરબીને ગંદકીથી થતા રોગોથી ભરડો લેવરાવશે જેવા અનેક પ્રશ્નો લોકોના મનમાં ઉદભવી રહ્યા છે. ત્યારે નગરપાલિકાનું નકટુ તંત્ર જાગશે કે નહીં અને જાગશે તો કેટલા દિવસમા આ ઉભરાતી ગટરથી લોકોને છુટકારો આપાવે છે તે જોવું રહ્યું.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર