મોરબી: સાસરીયા પક્ષ દ્વારા શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપતા હોવાની પરણીતાએ ફરીયાદ નોંધાવી
મોરબી: મોરબીના નવા પીપળીયા ગામે સાસરીયા પક્ષ દ્વારા શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપતા હોવાથી પરણીતાએ સાસરીયા પક્ષ વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના ભવાની ચોક મદીના મસ્જીદ પાસે રહેતી રૂકૈયાબેન આરીફભાઈ ચાનીયા (ઉ.વ.૩૦) એ આરોપી આરીફભાઈ સલીમભાઇ ચાનીયા (પતિ), સલીમભાઇ ઈસાભાઈ ચાનીયા(સસરા), શકીનાબેન સલીમભાઇ ચાનીયા(સાસુ), નફીશાબેન સલીમભાઇ ચાનીયા (નણંદ) રહે ચારે નવા પીપળીયા ગામ તા.જી. મોરબી તથા ફિરદોશબેન સલીમભાઇ ચાનીયા રહે. રૈયા ચોકડી કીડવાયરનગર રાજકોટવાળા વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ફરીયાદીને આરોપીઓ ઘરકામ બાબતે ખોટા બહાના કાઢી દુ:ખ ત્રાસ આપી ભુડા બોલી ગાળો આપી કરીયાવર વધુ લઇ આવવા માટે દબાણ કરી શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપતા હોવાથી ભોગ બનનાર પરણીતાએ આરોપી સાસરીયા પક્ષ વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇ.પી.સી. કલમ ૪૯૮(ક),૩૨૩,૫૦૪, ૧૧૪ દહેજ પ્રતીબંધક ધારા કલમ ૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.