મોરબીમાં પ્રેમીકા અને માતા પિતાએ મળી પ્રેમીને એસિડ પીવડાવી મોતને ઘાટ ઉતાર્યો
મોરબી: મોરબીના વિસીપરા વિસ્તારમાં રહેતા યુવકને યુવતી સાથે પ્રેમ હોય જે અંગે યુવતીના પિતા અને પરીવારને મંજૂર ન હોય જેથી પ્રેમીકા અને માતા પિતા ત્રણેએ મળી એસિડ પીવડાવી યુવકનુ મોત નિપજાવ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા રોહીદાસપરામા રહેતા શાંતુબેન ગોવિંદભાઈ ચૌહાણ (ઉ.વ.૫૪) એ આરોપી અજયભાઇ બચુભાઈ શુકલ, દયાબેન અજયભાઇ શુકલ, લતાબેન અજયભાઇ શુકલ રહે. બધા મોરબી વીશીપરાવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૧-૦૭-૨૦૨૩ ના રોજ ફરીયાદિના દિયરના દિકરા મરણ જનાર રમેશભાઇનેઆરોપી અજયભાઇ બચુભાઈ શુકલની દિકરી લતા સાથે પ્રેમ સબંધ હોય જે સારૂ નહી લાગતા ત્રણેય આરોપીઓએ ભેગા મળી રમેશભાઇને પકડી રાખી એસીડ પીવડાવેલ હોય જેના કારણે સારવાર દરમ્યાન રમેશભાઇનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે શાંતુબેને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ઈપીકો કલમ -૩૦૨,૧૧૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.