મોરબીના રોહિદાસપરામા પ્લોટ પચાવી પાડવા બાબત બે શખ્સો વિરુદ્ધ લેન્ડગ્રેબીંગનો ગુનો દાખલ
મોરબી: મોરબીના રોહીદાસપરા વિશીપરામા યુવકને સરકાર દ્વાર ફાળવવામાં આવેલ પ્લોટ પર ગેરકાયદેસર કબજો જમાવી પચાવી પાડવાના ગુનામાં બે શખ્સો વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં લેન્ડગ્રેબીંગ હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ મોરબી વિશીપરા રોહિદાસપરામા રહેતા અને રીક્ષા ડ્રાઈવિંગ કરતા દીનેશભાઈ અરજણભાઇ સોલંકી (ઉ.વ.૪૦) એ આરોપી ઓસમાણ ઉર્ફે હુશેનભાઈ સુલેમાનભાઈ સેડાત તથા ઈબ્રાહિમ ઉર્ફે ઓસમાણ ઉર્ફે હુશેનભાઈ સેડાત રહે બંને રોહીદાસપરા વિશીપરા મોરબવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૫-૦૫-૨૦૧૮ થી આજદીન સુધી ફરીયાદીને સરકાર દ્વારા તા-૨૫/૦૫/૨૦૧૮ ના રોજ હુકમ કરી રોહિદાસ પરામા આવેલ પ્લોટ નં-૦૧ જેનુ ક્ષેત્રફળ ૧૨૭.૬૧ ચોરસ મીટર વાળો ફાળવણી કરવામા આવેલ જે પ્લોટમા આરોપીઓએ ગેરકાયદેસર કબ્જો કરી પ્લોટ પચાવી પાડવાના ઇરાદે ગેરકાયદેસર કબ્જો ખાલી નહી કરી કબ્જો ચાલુ રાખ્યો હોવાથી ભોગ બનનાર દિનેશભાઇએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે બંને આરોપીઓ વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર(પ્રતિબંધ) કાયદો ૨૦૨૦ ની કલમ-૩, ૪(૧)(૩), ૫(ગ) મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે