મોરબીની મહેન્દ્રનગર ચોકડી નજીકથી ઈંગ્લીશ દારૂની 70 બોટલો સાથે એક ઝડપાયો
મોરબી: મોરબીની મહેન્દ્રનગર ચોકડીની બાજુમાં, ઘુટુ રોડ, કેશરી પાનની સામેથી ઈંગ્લીશ દારૂની ૭૦ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબીની મહેન્દ્રનગર ચોકડીની બાજુમાં, ઘુટુ રોડ, કેશરી પાનની સામેથી આરોપી ફીરોજભાઈ અલીયાસભાઈ હીંગોળજા રહે. ધાંગધ્રા ફાટક પાસે, જાંગસર તળાવ પાસે જી. સુરેન્દ્રનગરવાળા પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૭૦ કિં રૂ.૭૦૦૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા તેની મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અટક કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.