મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા પવિત્ર પુરુષોતમ માસ દરમિયાન યાત્રાળુઓ માટે રહેવા-જમવાની વ્યવસ્થા કરાશે
મોરબી: પવિત્ર પુરુષોતમ માસ દરમિયાન ભક્તિભાવનો મહિમા અનેરો છે ત્યારે દેશભર માંથી લોકો વિવિધ યાત્રા ધામોના દર્શનાર્થે જતા હોય છે. સૌરાષ્ટ્રની પાવન ધરતી પર વિવિધ યાત્રાધામો આવેલ છે તેથી વિવિધ સ્થળે થી લોકો સુપ્રસિધ્ધ યાત્રાધામોની મુલાકાતે આવતા હોય છે. ત્યારે યાત્રાળુઓ મોરબી મુકામે આરામ કરી શકે તેમજ તેમના માટે રહેવા-જમવાની ઉતમ વ્યવસ્થા થાય તે માટે મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા પવિત્ર પુરુષોતમ માસ દરમિયાન યાત્રાળુઓ માટે ઉતારાની વ્યવસ્થા કરવામાં આવશે તેમ સંસ્થાના અગ્રણી હરીશભાઈ રાજા, જયેશભાઈ કંસારા તથા જયેશભાઈ ટોળીયાએ યાદીમાં જણાવ્યુ છે.
બહારગામથી આવતા યાત્રા સંઘ માટે યોગ્ય વ્યવસ્થા થઈ શકે તે હેતુસર બે દીવસ અગાઉ અનિલભાઈ સોમૈયા- મો. ૮૫૧૧૦૬૦૦૬૬ , હરીશભાઈ રાજા- મો. ૯૮૭૯૨૧૮૪૧૫ પર સંપર્ક કરી સંખ્યા નોંધાવવાની રહેશે તેમ સંસ્થાના અગ્રણીઓએ જણાવ્યુ છે.