મોરબીમાં ટાઇલ્સ ચીંટીંગના ગુનામાં છેલ્લા 11 વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો
મોરબી: મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ટાઇલ્સ ચીંટીંગના ગુનામાં છેલ્લા ૧૧ વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી એસ.ઓ.જી.ટીમે ઝડપી પાડયો છે.
પોલીસ મહાનિદેશક સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓએ તેમજ પોલીસ અધિક્ષક, મોરબી જિલ્લાનાઓ દ્વારા નાસતા ફરતા આરોપીને પકડી પાડવા ઝુંબેસ રાખવામાં આવેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી. હેઠળ એસ.ઓ.જી.ચાર્ટર મુજબની કામગીરી કરવા એસ.ઓ.જી. સ્ટાફ પ્રયત્નશીલ હોય તે દરમ્યાન બાતમી મળેલ કે, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફર્સ્ટ પાર્ટ આઇ.પી.સી. કલમ-૪૦૭,૪૬૫,૪૬૮ વિ. ના કામે ફરીયાદીના સેલ્વી સીરામીકમાંથી ટાઇલ્સની પેટી નંગ-ર૬૬૫ કિ.રૂ. ૨,૪૬,૩૭૦/- ની ખોટા ટ્રક નંબર તથા ખોટી બિલ્ટી બનાવી ખોટા દસ્તાવેજો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી મુદ્દામાલ ઓળવી જવાના ગુન્હામાં છેલ્લા ૧૧ વર્ષથી નાસતો ફરતો આરોપી ગણેશ ઉર્ફે ઠાકરો શીવજી રાજપુરોહિત રહે.ડીસા મીથકાતલા તા.ચોહટન જી.બાડમેર રાજસ્થાન વાળો હાલે અજુજા ગામ જી પાટણ છે. બાતમી વાળા સ્થળે જઇ વોચ કરતા બાતમી વાળો નાસતો ફરતો ઇસમ ગણેશ ઉર્ફે ઠાકરો શીવજી રાજપુરોહિત રહે.ડીસા મીથકાતલા તા.ચોહટન જી.બાડમેર રાજસ્થાન વાળો મળી આવતા સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ હસ્તગત કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને આગળની કાર્યવાહી કરવા સોપી આપેલ છે.