માળીયાના સરવડ ગામે આધેડને ચાર શખ્સોએ ધોકા વડે ફટકાર્યો
માળીયા (મી): માળિયા (મી) તાલુકાના સરવડ ગામે આધેડે દુકાને એક શખ્સને ઉધારે ચિજવસ્તુ આપવાની ના પાડતા જે બાબતનો ખાર રાખી ચાર શખ્સોએ આધેડને ધોકા વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર આધેડે આરોપીઓ વિરુદ્ધ માળિયા (મી) પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ માળીયા (મી) તાલુકાના સરવડ ગામે રહેતા જયસુખભાઇ છગનભાઇ જાકાસણીયા (ઉ.વ.૫૨) એ આરોપી નવનીતભાઈ શાંતિલાલ સરવડા, શાંતિલાલ લાલજીભાઇ સરવડા, રાજેશભાઈ દેવશીભાઇ સરવડા તથા પુનિતભાઈ પ્રભુભાઈ સરડવા રહે બધા સરવડ ગામવાળા વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૧૭-૦૭-૨૦૨૩ ના રોજ સાંજના સાડા ચાર વાગ્યાના અરસામાં ફરીયાદીએ આરોપી નવનીતને ઉધાર ચીજવસ્તુ આપવાની ના પાડેલ તે બાબતનો ખાર રાખી આરોપી શાંતિલાલએ ફરીયાદીનો કાઠલો પકડી ગાળો બોલી આરોપી નવનીતભાઈએ તેના હાથમા રહેલ ધોકો ફરીયાદીના માથામા તેમજ જમણા હાથમા માર મારી ઇજા કરી તેમજ આરોપી રાજેશભાઇ તથા પુનીતભાઇએ ફરીયાદીને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર જયસુખભાઇએ આરોપીઓ વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.