ટંકારા તાલુકાના જબલપુર ગામે કડવા પાટીદાર સમાજ ભવનનુ રવિવારે લોકાપર્ણ
ટંકારા: ટંકારા તાલુકાના જબલપુર ગામમાં તા. ૨૩ ને રવિવારના રોજ કડવા પાટીદાર સમાજ વાડીનો લોકાપર્ણ કાર્યક્રમ યોજાશે જે નિમિતે કળશ યાત્રા અને શોભાયાત્રા નીકળશે જે શોભાયાત્રા સમાજ વાડી ખાતે પહોંચશે અને સાંજે ગાયત્રીયજ્ઞ તેમજ સમૂહ ભોજન અને રાત્રીના નાટકનું આયોજન કરવામાં આવ્યું છે
ટંકારા તાલુકાના જબલપુર ગામજનોના સાથ અને સહકાર થકી જબલપુર કડવા પાટીદાર સમાજ ભવનનુ નિર્માણ પામેલ છે. આ સમાજ ભવનના લોકાર્પણ નિમિત્તે જબલપુર મુકામે અનેક વિધિ કાર્યક્રમનું ભવ્યાતી ભવ્ય આયોજન સંવત ૨૦૭૯ અધિક શ્રાવણ સુદ – ૫ ને રવિવાર તા. ૨૩-૭-૨૦૨૩ ના રોજ કરવામાં આવેલ છે.આ ભવ્યાતી ભવ્ય આયોજનમાં પધારવા જબલપુર વાસી ને ભાવભર્યુ સ્નેહ આમંત્રણ છે.
જેમાં કુંભ સ્થાપન બપોરે ૨-૦૦ કલાકે ગાયત્રી યજ્ઞ બપોરે ૩-૦૦ કલાકે મહા પ્રસાદ સાંજે ૬-૩૦ કલાકે મહા આરતી રાત્રે ૯-૦૦ કલાકે ત્યારબાદ જબલપુર યુવાનો દ્વારા આયોજીત મહાન- સામાજીક નાટક કંસ વધ રાત્રે ૧૦-૦૦ કલાકે ભવ્ય આયોજન કરેલ છે. આ શુભ પ્રસંગે જબલપુર ગામ સમસ્ત ધુવાણા બંધ જમવાનું હોય જબલપુર ગામની સાસરે ગયેલ તમામ બહેનો – દિકરીઓને પણ પધારવા માટે આમંત્રણ પાઠવ્યું છે