મોરબીમાં પીતા પુત્રને બે શખ્સોએ લાકડી તથા પાઈપ વડે ફટકાર્યા
મોરબી: મોરબીના સામા કાંઠે કાવેરી સિરામિક પાસે શ્રી હરી કોમ્પ્લેક્ષમા યુવકની ગેરજની આગળના ભાગે આરોપીઓએ વાહન રાખેલ હોય જે વાહન સાહેદે આઘુ લેવાનું કહેતાં આરોપીઓને સારૂ નહી લાગતા લાકડી તથા પાઈપ જેવા હથીયાર લઈ આવી યુવક તથા તેના પુત્રને ગાળો બોલી ઝપાઝપી કરી પાઈપ વડે મારમારી તથા સાથી કિરીટભાઇને મુંઢમાર મારી જાતી પ્રત્યે અપમાનીત કર્યા હતા. આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના સામા કાંઠે માળિયા ફાટક પાસે ભાગ્યોદય કારખાના નજીક રહેતા અને ગેરેજનો ધંધો કરતા ધનજીભાઈ ટાભાભાઈ પરમાર (ઉ.વ.૪૫) એ આરોપી ટીનાભાઈ લુહાર તથા તેનો દિકરો રહે. બંને મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૦-૦૭-૨૦૨૩ ના રોજ ફરીયાદીના ગેરેજની આગળના ભાગે આરોપીઓએ વાહન રાખેલ હોય જે વાહન આઘા લેવાનુ કહેતા આરોપીઓને સારૂ નહી લાગતા લાકડી તથા પાઇપ જેવા હથીયાર લઇ આવી ફરીયાદી તથા ફરીના દિકરાને ગાળો બોલી ઝપાઝપી કરી ફરીયાદીને જમણા પગમા ઢીચણ પાસે પાઇપથી ઇજા કરી તથા શરીરે મુંઢ ઇજા કરી તથા કિરીટભાઇને માથામા મુંઢ ઇજા તથા શરીરે મુંઢ ઇજા કરી જાતી પ્રત્યે અપમાનીત કરી જાતી પ્રત્યે હળધુત કર્યા હતા. આ બનાવ અંગે ભોગ બનનાર ધનજીભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇ.પી.સી કલમ- ૩૨૩, ૫૦૪, ૧૧૪, તથા તથા એટ્રોસીટી એકટ કલમ-૩(૧)(R)(S), 3(૨)(૫-૧), તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.