હળવદના જુનાં રાયસંગપુર ગામે જુગાર રમતા છ પત્તાપ્રેમીઓ ઝડપાયાં

હળવદ: હળવદ તાલુકાના જુના રાયસંગપુર ગામે જુના ઝાંપા પાસે આવેલ ચરમારીયા દાદાની દેરી પાસે આટે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના જુના રાયસંગપુર ગામે જુના ઝાંપા પાસે આવેલ ચરમારીયા દાદાની દેરી પાસે આટે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમો કાળુભાઇ બાબુભાઇ ગેડાણી ઉ.વ.૩૨, ભરતભાઇ વિઠલભાઇ ડાભી ઉ.વ.૩૪, દિલીપભાઇ લાભુભાઇ ડાભી ઉ.વ.૨૯, નવઘણભાઇ ચતુરભાઇ ગેડાણી ઉ.વ.૨૬, મુનાભાઇ ઘોઘાભાઇ ડાભી ઉ.વ.૪૩, મનસુખભાઇ થોભણભાઇ ડાભી ઉ.વ.૩૫ રહે બધા જુના રાયસંગપુર તા.હળવદવાળાને રોકડ રકમ રૂ.૬,૨૭૦ નાં મુદામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img