મોરબીમાં શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપત સાસરીયા પક્ષ વિરુદ્ધ પરણીતાએ ફરીયાદ નોંધાવી
મોરબી: મોરબીમાં પરણીતાને સાસરીયા પક્ષ દ્વારા શારીરિક તેમજ માનસિક દુઃખ ત્રાસ આપતા હોવાથી પરણીતાએ સાસરીયા પક્ષ વિરુદ્ધ મોરબી મહીલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર લીલાપર કેનાલ રોડ પર સરદાર પટેલ સોસાયટી -૧ વર્ધમાન એપાર્ટમેન્ટની સામે રહેતા હીનાબેન ધનજીભાઈ પટેલ (ઉ.વ.૩૦) એ આરોપી અલ્પેશભાઇ કેશવજીભાઇ દેત્રોજા (પતિ), કેશવજીભાઇ ધરમશીભાઇ દેત્રોજા (સસરા) , કંચનબેન કેશવજીભાઇ દેત્રોજા (સાસુ), નીલેશભાઇ કેશવજીભાઇ દેત્રોજા(જેઠ), સંગીતાબેન કેશવજીભાઇ દેત્રોજા (નણંદ) રહે- બધા શ્રીજી કૃપા ભગવતી પાર્ક કુબેર-૩ની જોડે વાવડી રોડ મોરબીવાળા વિરુદ્ધ મોરબી મહીલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૦-૧૨-૨૦૧૬ના મહિના બાદ થી ૦૨-૦૪-૨૦૨૨ આજ સુંધી ફરીયાદીને આરોપીઓ ઘરકામ બાબતે શારીરીક માનસીક દુખ ત્રાસ આપતા હોય ફરીયાદીએ આરોપીઓ પાસે સ્ત્રીધન કરીયાવરના ઘરેણા આપી દેવા અવાર નવાર માંગણી કરવા છતા સ્ત્રીધન કરીયાવર ઘરેણા આશરે ૨૦ તોલા નહી આપી વિશ્વાસઘાત કરી છેતરપીંડી કરી હોવાની ભોગ બનનાર પરણીતા હીનાબેને આરોપીઓ વિરુદ્ધ મોરબી મહીલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ ૪૯૮(ક),૪૦૬,૪૨૦,૧૧૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.