મોરબીના લીલાપર ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ પત્તાપ્રેમી ઝડપાયા
મોરબી: મોરબી તાલુકાના લીલાપર ગામની સીમમાં પારીજાત પેપર મીલની પાછળ ખુલ્લી જગ્યામાં તીનપત્તીનો જુગાર ત્રણ ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લીલાપર ગામની સીમમાં પારીજાત પેપર મીલની પાછળ ખુલ્લી જગ્યામાં તીનપત્તીનો જુગાર ત્રણ ઈસમો નાનજીભાઈ વિનુભાઈ વાઘેલા, રાયદેવભાઈ રઘુભાઈ વાઘેલા રહે બંને લિલાપર ગામ તા. મોરબી તથા કેશુભાઈ રાયદેવભાઈ કામડીયા રહે. અંજાર જી. કચ્છવાળાને રોકડ રકમ રૂ. ૧૦૨૦ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.