Wednesday, May 14, 2025

હળવદના દિઘડીયા, સુંદરગઢ અને સમલી ગામે જુગાર રમતા 18 ઈસમો ઝડપાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદ તાલુકાના દિઘડીયા, સુંદરગઢ અને સમલી ગામે તીનપત્તીનો જુગાર રમતા ૧૮ ઈસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના દિઘડીયા ગામે રહેણાંક મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમો વાસુદેવભાઇ ઉર્ફે વાસુભાઇ ભીખાભાઇ કાંજીયા, મહેશભાઇ ઉર્ફે મુકેશભાઇ બાબુભાઇ ઇટોદરા, વાઘજીભાઇ દિપુભાઇ કાંજીયા, રવીભાઇ રઘુભાઇ કાંજીયા, હીતેશભાઇ લાભુભાઇ કાચરોલા રહે.ગામ દિઘડીયા તા હળવદવાળાને રોકડ રકમ રૂ.૯૭,૧૦૦ તથા મોબાઇલ ફોન નંગ -૦૫ કિં રૂ.૧૧૦૦૦ મળી કુલ કિં રૂ.૧૦૮,૧૦૦ નાં મુદામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયા છે.

જ્યારે હળવદ તાલુકાના સુંદરગઢ ગામે કરાર સીમ ખાતે અજીતભાઈ રાજપુતની વાડીના શેઢા પાસે લીંબડા નીચે તીનપત્તીનો જુગાર રમતા સાત ઇસમો લાલજીભાઇ કુકાભાઇ ચરમારી રહે.‌ સુંદરગઢ ગામ. તા. હળવદ, કુકાભાઇ જગાભાઇ પંચાસરા રહે શીરોઇ ગામ તા હળવદ, જેરામભાઇ મેરાભાઇ ચરમારી, રહે. સુંદરગઢ ગામ, તા.હળવદ, મેરાભાઇ ખેતાભાઇ લાંબરીયા, રહે. માંડલ ગામ, તા.જી.મોરબી, ધનજીભાઇ ગેલાભાઇ ઉડેચા રહે, સુંદરગઢ ગામ, તા.હળવદ, રમેશભાઇ ગોરધનભાઇ ચરમારી રહે. સુંદરગઢ ગામ, તા.હળવદ, મુકેશભાઇ જગાભાઇ ચરમારી રહે. નવા સુંદરગઢ ગામ તા.હળવદવાળાને રોકડ રકમ રૂ.૬૫,૬૦૦ નાં મુદામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયા છે.

તેમજ હળદર તાલુકાના સમલી ગામે કરાર તરીકે ઓળખાતી સીમની વાડીની ઓરડીમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઇસમો ભરતભાઇ જાદવજીભાઇ સિહોરા, દયાળજીભાઇ ઉર્ફે હકો લાલજીભાઇ સારલા, લાલભાઇ વજાભાઇ ચૌહાણ રાજપૂત, વિજયભાઇ ખોડાભાઇ કુણપરા, પ્રાણજીવનભાઇ ઉર્ફે પ્રવિણભાઇ મહાદેવભાઇ ખાવડીયા, જીલુભાઇ જાદવજીભાઇ કેરવાડીયા, રહે. બધા રાતાભેર જુના ગામ તા.હળવદવાળાને રોકડ રકમ રૂ.૧,૨૩,૫૦૦ નાં મુદામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયા છે.

હળવદ પોલીસે ઝડપાયેલ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર