માળિયાના મોટા દહીંસરા ગામે વોકળામાં ડૂબી જતા ખેડૂતનું મોત
માળિયા તાલુકાના મોટા દહીંસરા ગામે પાણીના વહેણના તણાઈ જતા વોકળામાં ડૂબી જતા ખેડૂતનું મોત થયું હતું જે બનાવ મામલે માળિયા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ મોટા દહીંસરા ગામના રહેવાસી રણધીરભાઈ જલાભાઇ હુંબલ (ઉ.વ.૩૪) નામના ખેડૂત ગઈકાલે સાંજે કુંતાસી ગામ જવાના રસ્તે પોતાના ખેતરે જતા હોય અને રસ્તામાં વોકળાના પાણીમાં ડૂબી જતા ખેડૂતનું મોત થયું હતું બનાવની જાણ થતા માળિયા પોલીસ અને ગ્રામજનો દોડી ગયા હતા અને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો છે માળિયા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ આર એમ ગરચર ચલાવી રહ્યા છે