મોરબી: મોરબીના નાની વાવડી ગામે રહેણાંક મકાનના ઉપરના માળે આવેલ રૂમમાંથી મોબાઈલ ચોરી જનાર ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબીના નાની વાવડી ગામે વણકરવાસમાં રહેતા પ્રકાશભાઇ ભલજીભાઈ વાઘેલા (ઉ.વ.૨૭) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી કે ફરીયાદીનો OPPO કંપનીનો A17K જેનો IMEIનો કિમત રૂપીયા ૯૫૦૦/- વાળો ગઇ તા.૧૬/૦૭/૨૦૨૩ ના રોજ રાત્રી દરમ્યાન ફરીયાદીના રહેણાંક મકાનના ઉપરના માળે આવેલ રૂમમાં ખાટલા નીચેથી આરોપી ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી મયુરભાઈ પ્રેમજીભાઈ સોલંકી રહે – નાની વાવડી ગામ તા. મોરબીવાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૮૦,૪૫૭ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
