હળવદના રાતાભેર ગામે કારમાંથી વિદેશી દારૂની 116 બોટલો સાથે એક ઝડપાયો, બે ફરાર
હળવદ: હળવદ તાલુકાના રાતાભેર ગામના પાદરમાં નીચે માંડલ ગામે જવાનાં રસ્તે રોડ ઉપર જાહેરમાં કારમાંથી વિદેશી દારૂની ૧૧૬ બોટલો સાથે એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય બે શખ્સો સ્થળ પરથી નાશી જતા બંને આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
હળવદ તાલુકાના રાતાભેર ગામના પાદરમાં નીચે માંડલ ગામે જવાનાં રસ્તે રોડ ઉપર જાહેરમાં આરોપી અરવિંદભાઈ જીવણભાઈ આકરીયા રહે. ડુંગરપુર તા. હળવદ તથા આરોપી ધર્મેન્દ્રભાઇ ઉર્ફે ધમો કરશનભાઈ ધામેચા રહે. સુરવદર તા.હળવદ નાએ સ્વીફ્ટ ગાડી રજીસ્ટર GJ- 36-R-6291 વાળી કિં.રૂ.૩,૦૦,૦૦૦/- વાળીમાં આરોપી પિન્ટુભાઈ અશોકભાઈ બોરાણીયા રહે. માથક તા. હળવદવાળા પાસેથી ઇંગ્લીશદારુનો જથ્થો મેળવી અલગ અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧૧૬ કિં રૂ.૪૩,૫૦૦ નો મુદ્દામાલ વેંચાણ કરવાના ઇરાદે સ્વીફ્ટ ગાડી રજીસ્ટર નં. GJ.36.R.6291 વાળી કિં.રૂ.૩,૦૦,૦૦૦/- સાથે હેરાફેરી કરતા કુલ રૂ.૩,૨૧,૭૫૦/- ના મુદ્દામાલ સાથે આરોપી અરવિંદભાઈ પકડી પાડી તથા આરોપી ધર્મેન્દ્રભાઇ ગાડી મુકી નાસી ભાગી જતા તથા આરોપી પિન્ટુભાઈ હાજર નહી મળી આવતા હળવદ પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી તેમજ ત્રણે આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.