મચ્છુ-૧ ડેમ ૧૦૦ટકા ભરાઈ જતા ડેમની નીચવાસના અનેક ગામોને એલર્ટ કરાયા
મોરબી: મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના જાલસીકા ગામ પાસે આવેલ મચ્છુ-૧ ડેમની ઉપરવાસમા પાણીની આવક ચાલું હોઇ, ડેમની સંગ્રહશક્તિના 100 % ડેમ ભરાય ગયેલ છે. તેમજ ડેમની ઉપરવાસની પાણીની આવક ચાલું છે, આથી ડેમના નીચવાસના ગામો જેવા કે, વાંકાનેર તાલુકાના (૧) હોલમઢ (૨) જાલસીકા (૩) વાંકાનેર-શહેર (૪) મહિકા (૫) કોઠી (૬) ગારીયા (૭) જોધપર (૮) પાજ (૯) રસીકગઢ (૧૦) લુણસરીયા (૧૧) કેરાળા (૧૨) હસનપર (૧૩) પંચાસર (૧૪) વઘાસીયા (૧૫) રાતીદેવળી (૧૬) વાંકીયા (૧૭) રાણેકપર (૧૮) પંચાસીયા (૧૯) ઢુવા (૨૦) ધમલપર તેમજ મોરબી તાલુકાના (૧) અદેપર (૨) મકનસર (૩) લખધીરનગર (૪) લીલાપર ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને માલ મિલકત સલામત સ્થળે ખસેડી લેવા તેમજ ઢોર ઢાંકર નદીના પટમાં ન જવા દેવા અને સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે. મચ્છુ -૧ ડેમની ભરપૂર સપાટી ૧૩૫.૩૩ જ્યારે હાલની ડેમની સપાટી ૧૩૫.૩૩ મી. છે.