માળિયાના ખીરઈ ગામે પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવે ખેતરોમાં ભરાય છે પાણી
માળિયા તાલુકાના ખીરઈ (પંચવટી) ગામના ખેડૂતોના ખેતરમાં પાણીના નિકાલના અભાવે પાણી ભરાઈ ગયા છે જેથી પાક નિષ્ફળ જતા નુકશાની વળતર ચુકવવા માટે માંગ કરવામાં આવી છે
ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસોના કાંતિલાલ બાવરવાએ રજૂઆત કરી જણાવ્યું છે કે માળિયા તાલુકાના ખીરઈ ગામ પાસે સરકાર દ્વારા એક રોડ બનાવેલ છે રોડનું પ્લાનિંગ અને કામમાં બેદરકારી દાખવવામાં આવી હોય જેથી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાનો અભાવ જોવા મળે છે અને વરસાદ પડે ત્યારે રોડની સાઈડમાં ખેતરોમાં પાણી ભરાઈ રહે છે જેથી ખાતેદારોનો પાક બળી જવાથી આર્થિક નુકશાન થઇ રહ્યું છે આવું છેલ્લા ત્રણ વર્ષથી બની રહ્યું છે
જે બાબતે ગત વર્ષે સંબંધિત અધિકારીને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી ત્યારે કાયમી ધોરણે પ્રશ્નનો નિકાલ કરાશે તેવી ખાતરી મળી હતી પરંતુ કોઈ કાર્યવાહી કરાઈ નથી જેથી તાત્કાલિક પગલા લેવામાં નહિ આવે તો આ વર્ષે પણ પાક બળી જશે અને ખેડૂતોને મોટું નુકશાન થશે જેથી યોગ્ય સુચના આપી સ્થળ મુલાકાત કરી પ્રશ્નનો તાત્કાલિક નિકાલ કરવા માંગ કરી છે