મોરબી જિલ્લાના 52 રેવન્યુ ક્લાર્ક–તલાટીને નાયબ મામલતદાર તરીકે બઢતી અપાઈ
મોરબી: મોરબી જિલ્લામાં ફરજ બજાવતા કુલ ૫૨ રેવન્યુ ક્લાર્ક અને રેવન્યુ તલાટીને નાયબ મામલતદાર વર્ગ-૩ તરીકે બઢતી આપવામાં આવી છે. મહેસૂલ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળની જિલ્લા કલેક્ટર કચેરીઓ ખાતે મહેસૂલી કારકુન વર્ગ-૩ તથા મહેસૂલી તલાટી વર્ગ-૩ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને નાયબ મામલતદાર વર્ગ-૩ તરીકે બઢતી આપવામાં આવી છે. ત્યારે મોરબી જિલ્લામાં આ પ્રકારના ૫૨ કર્મચારીઓને નાયબ મામલતદાર તરીકે પ્રમોશન આપવામાં આવેલ છે.
મોરબી જિલ્લામાં બઢતી પામેલા કર્મચારીઓ મિલનકુમાર કનૈયાલાલ પટેલ, જાહિદહુસૈન અબ્દુલ માથકિયા, રમેશ કલ્યાણભાઈ સોલંકી, કૌશિકભાઈ ગણેશભાઈ ગામી, અંકિતકુમાર જયંતિલાલ કરવાડિયા, બકુલભાઈ અમરશીભાઈ વાણિયા, સંદિપ રમેશભાઈ સાદરિયા, મહેશ કરમશીભાઈ કણઝરીયા, હાર્દિક ધનજીભાઈ બોપલિયા, બિપીન થોભણભાઈ પેથાપરા, વિશાલકુમાર મણીલાલભાઈ બાવરવા, મહેશકુમાર રામજીભાઈ વાઢેર, જયદિપસિંહ સવુભા ઝાલા, પિયુષ નરભેરામભાઈ સુરાણી, પવનકુમાર અક્ષરકુમાર વ્યાસ, રવિગીરી હરેશગીરી ગોસ્વામી, મિતેન હિતેષભાઈ ત્રિવેદી, શૈલેષકુમાર વાલજીભાઈ રાઠોડ, મહેન્દ્રભાઈ ભાઈલાલ કણઝરીયા, મેના પુંજાભાઈ ચૌહાણ, મિતલ પ્રાણજીવનભાઈ ભાટીયા, ભાવેશકુમાર કાનજીભાઈ કણઝરીયા, પદ્મરાજ હેમતસંગ સોલંકી, હસમુખ અંબારામભાઈ કણઝરીયા.