મોરબીના બૌદ્ધનગર પાછળ પાણીના ખાડામાં ડૂબી જતા બે સગીરના કરુણ મોત
એક કલાકની જેટલી જહેમત બાદ બંનેના મૃતદેહ મળ્યા
મોરબી શહેરના રેલ્વે સ્ટેશન પાછળ આવેલ પાણી ભરેલ ખાડામાં ડૂબી જતા બે સગીરના મોત થયા છે મોરબી ફાયર ટીમને માહિતી મળતા શોધખોળ ચલાવી હતી જોકે બંને સગીરના મૃતદેહ જ હાથ લાગ્યા હતા
મોરબી નજરબાગ રેલ્વે સ્ટેશન પાછળ પાણીના ખાડામાં બે સગીર ડૂબ્યા હોવાની માહિતી મળતા ફાયર ટીમના અધિકારી દેવેન્દ્રસિંહના માર્ગદર્શન હેઠળની ફાયર ટીમ દોડી ગઈ હતી અને શોધખોળ હાથ ધરી હતી અને ફાયર ટીમે એકાદ કલાક સુધી શોધખોળ ચલાવ્યા બાદ પણ મૃતદેહો જ હાથ લાગ્યા હતા
ફાયર વિભાગ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક સાહિલ સંજયભાઈ શેખાણી (ઉ.વ.૧૭) અને જેશીંગ પ્રફુલભાઈ ધોળકીયા (ઉ.વ.૧૪) રહે બંને વિસીપરા મોરબી વાળા હોવાનું જાણવા મળ્યું છે તો ફાયર ઓફિસર પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ ઘટનાસ્થળ પાસે બાઈક પડ્યું હોય જેથી સ્થાનિકોએ જાણ કરી હતી અને ફાયર વિભાગની ટીમ દોડી ગઈ હતી
અને શોધખોળ ચલાવતા એક મૃતદેહ મળી આવ્યો હતો જેથી અન્ય કોઈ સાથે હોય તેવી શક્યતાને ધ્યાને લઈને વધુ સર્ચ કરવામાં આવ્યું હતું અને બીજા સગીરનો મૃતદેહ મળી આવ્યો હતો જોકે બંને સગીર વિસીપરાના રહેવાસી હોય અને બૌધ્ધ્નગર પાછળ આવેલ પાણીના ખાડામાં શું કરવા ગયા હતા તે હાલ સ્પષ્ટ થયું નથી બંને સગીર ન્હાવા પડ્યા હતા કે અન્ય કારણ તે દિશામાં પોલીસે તપાસ ચલાવી છે હાલ બંને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયા છે બનાવની વધુ તપાસ બી ડીવીઝન પોલીસ ટીમ ચલાવી રહી છે