હળવદના માણેકવાડા ગામે તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા
હળવદ: હળવદ તાલુકાના માણેકવાડા ગામે મેલડી માતાજીના મઢ પાસે મઢના ચોગાનની ખુલ્લી જગ્યામાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય ચાર શખ્સો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના માણેકવાડા ગામે મેલડી માતાજીના મઢ પાસે મઢના ચોગાનની ખુલ્લી જગ્યામાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો રાજેશભાઇ શીવાભાઇ કટોણા, હરખભાઇ મેરાભાઇ રાવા, નવઘણભાઇ જહાભાઇ કટોણા, બુટાભાઇ ખીમાભાઇ કટોણા રહે. ચારેય માણેકવાડા ગામ, તા. હળવદવાળાને રોકડ રકમ રૂ.૧૨,૪૦૦ નાં મુદ્દામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયા છે. જ્યારે અન્ય ચાર ઈસમો ચંદુભાઇ જીવણભાઇ કોળી રહે, ઓળ ગામ, તા.વાંકાનેર, મકાભાઇ ભરવાડ રહે. સમથેરવા ગામ, તા.વાંકાનેર, રમેશભાઇ મુંધવા રહે. સમથેરવા તા.વાંકનેર, હકાભાઇ કોળી રહે. નવાગામ, તા.હળવદવાળા સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.