વાંકાનેરના ભાયાતી જાંબુડિયા અને ઢુવા ગામે એસપીની ઉપસ્થિતિમાં લોકદરબાર યોજાયો
વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડિયા અને ઢુવા ગામે જીલ્લા પોલીસવડાની અધ્યક્ષતામાં લોક દરબારનું વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું
રાજકોટ રેંજ આઈજી અશોક કુમાર યાદવ દ્વારા લોકોની વચ્ચે જઈને પ્રજાના પ્રશ્નો સાંભળવા અને જાણવા માટે લોક દરબારનું આયોજન કરવા સૂચનાઓ મળી હોય જે અનુસંધાને એસપી રાહુલ ત્રિપાઠીની અધ્યક્ષતામાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાયાતી જાંબુડિયા ગામ અને ઢુવા ગામ ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જે લોક દરબારમાં એસપી રાહુલ ત્રિપાઠી, સર્કલ પોલીસ ઇન્સ્પેકટર વી પી ગોલ, વાંકાનેર તાલુકા પીએસઆઈ બી પી સોનારા અને સ્થાનિક પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો તો પ્રજાજનોમાં તમામ જ્ઞાતિના આગેવાન, સરપંચ અને સ્થાનિક નાગરિકો હાજર રહ્યા હતા
લોકદરબારમાં તમામ પ્રશ્નો સાંભળી તેનો ઝડપી અને ત્વરિત નિકાલ અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી અને લોક દરબારમાં ઉપસ્થિત આઆણ્ણ માર્ગ સલામતી, ઓનલાઈન ફ્રોડ તેમજ સાયબર ક્રાઈમ અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું સાથે જ પ્રજાને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા, વ્યસનોથી દુર રહેવા અપીલ કરવામાં આવી હતી