મોરબીના રાજપર ગામે પત્નીએ નોંધાવી પતિ વિરુદ્ધ ફરીયાદ
મોરબી: મોરબી તાલુકાના રાજપર ગામે જમવાનું સારુ ન બનતાં પતિએ પત્ની સાથે ઝઘડો કરી શરીરે મુંઢ માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોય જેથી પત્નીએ પતી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મુળ મોરબી તાલુકાના રાજપર ગામના રહેવાસી અને હાલ રાજપર રોડ મારૂતિ નંદન સોસાયટી શનાળા સમાજવાડી પાછળ મોરબી રહેતા જ્યોતીબેન પિન્ટુભાઈ ઉર્ફે બકો નાનજીભાઈ મારવાણીયા (ઉ.વ.૨૯) એ આરોપી તેમના જ પતિ પિન્ટુભાઈ ઉર્ફે બકો નાનજીભાઈ મારવાણીયા રહે. રાજપર ગામ તા. મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૮-૦૭-૨૦૨૩ ના રોજ આરોપી તથા ફરીયાદી પતિ-પત્ની થતા હોય જેથી આરોપીએ ફરીયાદીએ તા.૧૮-૦૭-૨૦૨૩ ના રોજ જમવાનુ સારૂ નથી બનાવતી તેમ કહી બોલાચાલી ઝઘડો કરી ગાળો આપી શરીરે મુંઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આ બનાવ અંગે જ્યોતીબેને તેમના પતિ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ-૩૨૩,૫૦૪,૫૦૬(૨) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.