જાગો કાંતિલાલ જાગો:સહનશીલ જનતાએ સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ કર્યો
જાગો કાંતિલાલ જાગો
મોરબીની સહનશીલ જનતાએ અંતે સોશ્યલ મીડિયાના માધ્યમથી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સામે મોરચો માંડયો
જાગો મોરબી માળિયાનાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા જાગો
જાગો તમારી મોરબીની સહનશીલ પ્રજા જગાડે જાગો કાંતિભાઈ અમૃતિયા જાગો…
ખૂબ મતો આપ્યા તમને એતો તમે જુઓ, કઈ અમારો વાંક નથી અમારા સામે જુઓ..
જ્યાં જુઓ ત્યાં કાદવ કીચડ ને પાણી,મોરબી ગયું ખાડા મા હવે જરા જુઓ…
જાગો ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા જાગો
ઓહો……
ઘર મા પાણી આવતું નથી ને ગટર ના પાણી આવે આંગણે,ગારા કીચડ ને ભૂગર્ભ ના પાણી ઉભા રોડ હાલે
ઉકરડા ગંદકી વાસ મારે કોઈ ઉપાડે નહીં એને,રાખવો પડે મોઢે રૂમાલ અમારે
રાતે અંધારું કોઈ નો નાખે લાઇટુ,હાલવા જેવું ક્યાય નથી માથે પડે ધાડુ.
તમે કેહતા હતા કે હું જાગીશ તમે સુજો નિરાતે,હવે ખાલી મુદત મળે અને કરો છો ખાલી મુહૂર્ત
અમે અહીં હેરાન છીએ ને તમે ફરો દિલ્હી ગાંધીનગર,એની કઈ જરૂર નથી અમારી હામે જુઓ
ખરેખર ગયા કંટાળી અમે સુ કરીએ હવે તમેતો કંઈ બોલો
મિત્રો આ એક શહેરની સહનશીલ જનતાને અને બહુ બોલકા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ને જગાડવા માટેનો એક પ્રયોગ કર્યો છે.
ઇતિહાસ મા મોરબી ની આવી બદતર હાલત ક્યારેય બની નથી અને જોઇ પણ નથી.હાલમાં પાલિકા,પંચાયતો, ધારાસભ્યો,સાંસદ સભ્ય,સી.એમ.અને પી.એમ પણ તમારા છે તો ખાલી ખાતમુહૂર્ત અને ઠાલા વચન ના બદલે નકર કામ કરવું જોઈએ.પ્રજા પાસે થી વેરો ઉઘરાવવા કરતા સરકાર માંથી પૈસા લઈ આવા જોઈએ
ખેર મોરબીની પ્રજા ને હવે જાગૃત થવું જોઈએ,કેવું જોઈએ કે શહેરને સમસ્યાનાં અજગર ભરડામાંથી છોડાવો નહિંતર ખુરશી છોડીદો છેલ્લાં ઘણાં વર્ષોથી તમારાં મોઢે વિકાસની વાતો સાંભળી છે હવે સમસ્યાઓ નું કાયમી નિરાકરણ લાવો તો સારું સહનશીલ જનતાનો આક્રોશ જન આંદોલનમા પરિવર્તીત થાય તે પહેલાં જાગો ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા જાગો