Monday, May 19, 2025

માળીયાના ભીમસર ચોકડી નજીક થી દેશી હાથ બનાવટી બંદુક સાથે એક ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માળીયા: માળીયા તાલુકાના ખીરઇ ગામેથી દેશી હાથબનાવટની બંદુક સાથે એક આરોપીને મોરબી એસ.ઓ.જી ટીમે ઝડપી પાડયો છે.

એસ.ઓ.જી.સ્ટાફ માળીયા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા એ દરમિયાન પોલીસ કોન્સ. સામંતભાઇ રાયધનભાઇ છુછીયા તથા કમલેશભાઇ કરશનભાઇ ખાભલીયા ને બાતમી મળેલ કે, એક ઇસમ શરીરે પીળા કલરનું ટી-શર્ટ તથા આછા બ્લુ કલરનું જીન્સનુ પેન્ટ પહેરેલ છે અને હાલે આ ઇસમ ભીમસર ચોકડી ઓવર બ્રીજ પાસે આવેલ ભટ્ટનાથ હોટલના ગ્રાઉન્ડમાં ઉભો છે અને તેના પેન્ટના નેફામાં એક દેશી હાથ બનાવટનો તમંચો છે. જે બાતમી હકીકત આધારે સદરહુ જગ્યાએ રેઇડ કરતા મળેલ હકીકત મુજબના વર્ણન વાળો ઇસમ નીચે જણાવ્યા મુજબના નામ સરનામા તથા મુદામાલ સાથે મળી આવતા તેના વિરૂધ્ધ માળીયા (મી) પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ છે.

પકડાયેલ આરોપીનુ નામ સરનામું :-

શેરમામદ ગુલમામદ જામ જાતે મિયાણા ઉ.વ.૨૫ ધંધો-ચાની દુકાન રહે.હરીપર ગામ તા.માળીયા(ર્મિ) જી.મોરબી

પકડાયેલ મુદામાલની વિગત :-

ગે.કા.દેશી હાથ બનાવટનો તમંચો નંગ-૧, કિં.રૂ.૫,૦૦૦/-

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર