મોરબીના રાજપર ગામે જુગાર રમતા ચાર મહીલા ઝડપાઈ
મોરબી: મોરબી તાલુકાના રાજપર ગામે મફતીયા પરામાં શેરીમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર મહિલાને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રાજપર ગામે મફતીયા પરામાં શેરીમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર મહિલા સોનલબેન ગણેશભાઇ જાદવજીભાઇ પરસુંડા, કુંદનબેન ભાવેશભાઇ પોપટભાઇ પિત્રોડા, સવિતાબેન ગોરધનભાઇ રઘુભાઇ જોગડીયા, જાનકીબેન ગણેશભાઇ જાદવજીભાઇ પરસુંડા રહે બધા રાજપર ગામ તા.જી. મોરબીવાળાને રોકડ રકમ રૂ.૮૧૦ નાં મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.