મોરબીની મોટી હનુમાન શેરીમાં જુગાર રમતા નવ ઈસમો ઝડપાયા
મોરબી: મોરબી મોટી શેરી હીરોના શોરૂમ પાછળ આરોપીના રહેણાંક મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા નવ ઈસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી મોટી શેરી હીરોના શોરૂમ પાછળ આરોપી રાકેશગીરી બળવંતગીરી ગૌસ્વામીના રહેણાંક મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા નવ ઈસમો રાકેશગીરી બળવંતગીરી ગૌસ્વામી રસોઇકામ રહે.મોટી હનુમાન શેરી દરબાર ગઢ પાસે મોરબી, નીમીશભાઇ મનુભાઇ પંડ્યા રહે. મોટીહનુમાન શેરી મોરબી, રાકેશભાઇ જયંતીભાઇ મકવાણા રહે.મોંચી શેરી ખોડા ખવાસ સામે મોરબી, સંદીપભાઇ જયંતીભાઇ ગોહીલ રહે.મોંચી શેરી ખોડા ખવાસ મોરબી, પ્રિન્સભાઇ રાજેશભાઇ પીઠડીયા રહે.ખોડા ખવાસનો ખાચો મોંચી શેરી મોરબી, નીતીનભાઇ ભરતભાઇ બાંભવા રહે. મણીમંદીર પાસે ભરવાડ શેરી મોરબી, જયરાજભાઇ ભુપતભાઇ ગોહીલ રહે.મોંચી શેરી ખોડા ખવાસનો ખાચો મોરબી, ઉતમભાઇ નીતીનભાઇ મક્વાણા રહે.ખોડાખવાસનો ખાચો મોચી શેરી મોરબી, રુત્વીકભાઇ હરેશભાઇ ટોયટા રહે.મોંચી શેરી ખોડા ખવાસનો ખાચો મોરબીવાળાને રોકડ રકમ રૂ.૧૧૪૫૦ નાં મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.