હળવદમાં નીલકંઠ ઝેરોક્ષની દુકાન સામેથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ
હળવદ: હળવદ દેના બેંક પાસે નીલકંઠ ઝેરોક્ષની દુકાન સામેથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના નવા વેગડવાવ ગામે રહેતા હસમુખભાઇ ધરમશીભાઈ કણજારીયા ઉ.વ.૩૮ વાળાએ કોઈ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૨-૦૮-૨૦૨૩ ના સવારના ચારેક વાગ્યાથી તા. ૦૩-૦૮-૨૦૨૩ ના સવારના નવેક વાગ્યાના સમયગાળા દરમ્યાન ફરીયાદીનુ હીરો કંપનીનું મોટરસાયકલ રજીસ્ટર નંબર -GJ-13-AA-0966 વાળુ કિં રૂ.૧૦,૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ભોગ બનનાર હસમુખભાઇએ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૭૯ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.