મોરબીના પીપળી ગામેથી ઈંગ્લીશ દારૂની 12 બોટલો સાથે બે ઝડપાયો
મોરબી: મોરબી તાલુકાના પીપળી ગામ શિવપાર્ક સોસાયટીની સામે મોરબી – જેતપર રોડ પરથી ઈંગ્લીશ દારૂની ૮ બોટલ સાથે એક ઈસમને અને પીપળી ગામ ત્રિલોકધામ સોસાયટી પાસે રોડ પરથી ચાર બોટલ સાથે એક ઈસમ સાથે કુલ બે ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના પીપળી ગામ શિવપાર્ક સોસાયટીની સામે મોરબી – જેતપર રોડ પરથી આરોપી સાહિલભાઈ રણછોડભાઈ ઠાકોર (ઉ.વ.૨૦) રહે. શિવ પાર્ક પીપળી ગામ તા. મોરબીવાળા પાસેથી વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૮ કિં રૂ.૩૦૦૦ નો મુદામાલ તથા ભરતભાઈ સવજીભાઈ સુંડાણી (ઉ.વ.૪૦) રહે. ત્રિલોકધામ સોસાયટી પીપળી ગામ. તા મોરબીવાળા પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ -૦૪ કિં રૂ.૧૫૦૦ ના મુદ્દામાલ સાથે મમળી આવતા મોરબી તાલુકા પોલીસે આરોપીઓને ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.