મોરબીમાં સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયા હતા કે જાગો કાંતિભાઈ જાગો ત્યાર બાદ કાંતિભાઈ એક વિડીઓ ના માધ્યમ થી પોતે જાગતા હોવાની વાત કરતા હતા.
પણ મોરબીના સનાળા રોડ પર છેલ્લા કેટલાક મહિનાઓ થી ઉભરાતી ગટરની જાણે નદી વહેતી હોય તેમ ગટર ઉભરાઈ રહી છે અને લોકો ને વેપાર ધંધામાં નુકશાની વેઠવી પડી રહી છે તો સાથો સાથ આરોગ્ય સાથે પણ ચેડાં થઈ રહ્યા છે.
જો ધારાસભ્ય કાંતિભાઈ ખરેખર લોકોના કામ માટે જાગતા હોય તો આ મહિનાઓ થી ગટર ઉભરાઈ રહી છે તે ના ઉભરાવી જોઈ પણ છતાં આ ગટર નદીની જેમ ઉભા રોડે વહી રહી છે.
જો આ ઉભરાતી ગટર બંધ કરાવી અને લોકોને પડતી હાલાકી માંથી બહાર કાઢે તો માની શકાય કે ખરેખર કાંતિભાઈ લોક પ્રશ્નો માટે જાગો રહ્યા છે બાકી વિડીઓ મૂકી ને જાગતા હોવાના દાવા કરવાથી લોકોને પડતી મુશ્કેલી દૂર થવાની નથી તેવું ત્યાંના એક વેપારી આક્રોશ સાથે કહી રહ્યા છે.
