Tuesday, May 20, 2025

લાયન્સ ક્લબ મોરબી સીટી દ્વારા નેત્ર યજ્ઞ તેમજ ઓર્થોપેડીક કેમ્પ યોજાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટી દ્વારા અનેક સેવા કાર્યો સમાજના દાતાના યોગદાનથી ચાલી રહયા છે ત્યારે તારીખ 10-8-23 રોજ પીપળીયા ચાર રસ્તા જયદીપ કોમ્પ્લેક્સ ખાતે ગ્રામ્ય વિસ્તારના જરૂરિયાત વાળાલોકો માટે એક નેત્ર યજ્ઞ અને ઓર્થોપેડિકલ કેમ્પનાં આયોજન થયેલ જેમાં એકસો થી વધારે લોકોએ લાભ લીધો આંખના મોતિયાના ઓપરેશન ની જરૂરિયાતવાળા દર્દીઓને ઓપરેશન માટે રણછોડદાસજી બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ રાજકોટ ખાતે મોકલવામાં આવ્યા તેમજ ઓર્થોપેડિક વિભાગમાં તપાસતા જરૂરિયાત વાળા દર્દીને ઓપરેશન માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા

આ પ્રોજેકટને સફળ બનાવવા પ્રમુખ કેશુભાઈ દેત્રોજ,સેક્રેટરી ટી.સી.ફૂલતરિયા ખજાનચી લા.મણીભાઈ કાવર, લા.માદેવભાઈ ચીખલીયા, લા. નાનજીભાઈ મોરડિયા, લા.પી.એ.કાલરીયા,લા. રશ્મિકાબેન રૂપાલા લિયો બંસી રૂપાલા એ જહેમત ઉઠાવી સફળ બનાવેલ

આ સેવા કાર્ય માં લાયન્સ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર કરછ નાં પ્રથમ વાઈસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર રમેશ રૂપાલા ખાસ ઉપસ્થિત રહી સેવાકાર્ય માં આર્થિક યોગદાન આપનાર સર્વે દાતાઓનો તેમજ આ કેમ્પ માટે વિના મૂલ્યે જગ્યા આપવા બદલ જયદીપ કોર્પોરેશન પરિવાર નો આભાર વ્યક્ત કરેલ

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર