ટંકારાની લતીપર ચોકડી પાસે ગૌ-વંશ ભરેલા ત્રણ બોલેરો ઝડપાયા
ટંકારા: ટંકારાની લતીપર ચોકડી પાસે ત્રણ બોલેરો પિકઅપ વાહનોમાં ગૌ-વંશ જીવ કુલ -૧૧ ક્રુરતાપૂર્વક ભરી બાંધી પાણી કે ઘાસની કોઈ વ્યવસ્થા ન રાખી પશુઓની હેરાફેરી કરતા ત્રણ ઈસમોને ટંકારા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ ટંકારાની લતીપર ચોકડી પાસે આરોપી બોલેરો પીકઅપ રજીસ્ટર નંબર-GJ12BZ-1948 વાળાનો ડ્રાઇવર નિજામદિન મામદીન જત ઉ.વ- ૨૩ ધંધો- ડ્રાઇવીંગ રહે- નાનાલુણા તા.જી-ભુજ (કચ્છ), બોલેરો પીકઅપ રજીસ્ટર નંબર- GJ18BV-1868 વાળાનો ડ્રાઇવર રોમતુલા જુમન ઉ.વ- ૪૩ ધંધો- ડ્રાઇવીંગ રહે- નાનાલુણા તા.જી-ભુજ (કચ્છ) મોબાઇલ, બોલેરો પીકઅપ રજીસ્ટર નંબર- GJ12BZ-9312 વાળાનો ડ્રાઇવર રફીક હાજી ગફુર ઉ.વ- ૨૪ ધંધો- ડ્રાઇવીંગ રહે-બુરકલ તા.જી-ભુજ (કચ્છ)વાળા આરોપીઓએ પોતાના હવાલા વાળા બોલેરો પિકઅપ વાહનોમાં ગૌ-વંશ જીવ કુલ ૧૧ (અગીયાર) ક્રુરતા પુર્વક ભરી-ભરાવી ટુકા દોરડાથી ખીચોખીચ રીતે બાંધી ટ્રકમા ઘાસચારા કે પાણીની કોઈ વ્યવસ્થા ન રાખી હેરફેર કરી પશુ પ્રત્યે ઘાતકીપણુ દાખવ્યું હતું. આ બનાવ અંગે મોરબી લીલાપર રોડ બોરીચાવાસમા રહેતા કમલેશભાઈ ભગવાનભાઈ રૂંજાએ આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ત્રણ બોલેરો ચાલકને ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ પશુઓ પ્રત્યે ઘાતકીપણુ અટકાવવાનો અધિનીયમ ૧૧(૧) (એ), ૧૧(૧) (ડી), ૧૧(૧) (એફ), ૧૧(૧)(એચ), ૧૧(૧)(કે), મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.