(ખાસ અહેવાલ ) મોરબી નગરપાલિકાની કામગીરીને લઈને સોશ્યિલ મેડિયાંમાં સતત મારો ચાલવામાં આવી રહ્યો છે અને પ્રજા પણ રોષ ઠાલવી રહી છે ત્યારે પ્રજાનો રોષ શાંત કરવા ધારાસભ્ય વિડિઓ વાયરલ કરી પોતાના બનતા પ્રયત્ન કરે છે અને એવુ જતાવાનો પ્રયાસ કરે છે કે પોતે સતત કાર્યશીલ છે અને આવું જતાવાના પ્રયાસમા આજ સવારથી જ ભારે હાસીનું પાત્ર બન્યા છે.

હવે વાત જાણે એમ છે કે 25/7/2022 ના રોજ નગરપાલિકાના જેતે વખતના ઉપ પ્રમુખ જયરાજસિંહ જાડેજાએ રણછોડનગરમા એક ગટર સાફ કરાવી હતી જેમાંથી પથ્થર અને ગોદડા નીકળ્યા હતા જેની કામગીરીના ફોટા તેમને પોતાની ફેસબુક id મા મુક્યા હતા. હવે મજાની વાતએ છે કે આજૅ એક વર્ષ બાદ કાંતિભાઈના ફેસબુક પર તેજ ફોટા મૂકી કાંતિભાઈ પોતે કામગીરી કરી છે તેવો જસ લેવા જઈ રહ્યા છે અને રાજકીય કાવાદાવા થી અજાણ મોરબીની સહનશીલ જનતા પણ કાંતિભાઈ અમૃતિયાની વાહવાહી કરવામાં ક્યાંક ને ક્યાંક ભોળવાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે મોરલીની જનતાને ગુમરાહ કરી કાંતિભાઈ શુ સાબિત કરવા માંગે છે તેજ નથી સમજાતું…?
શુ માત્ર વિડિઓ વાયરલ કરી અને આવા બીજાના ફેસબુકમા થી ફોટા લઇ પોતે કાઈ કરી રહ્યા છે તેવું જાતવા સિવાય કાઈ કામ નથી કરવાનું. શહેરમા અનેક સમસ્યા છે જ એનું નિરાકરણ કરી ફેસબુકમા મૂકોને ફોટા પ્રજા તમને ફુલડે વધાવશે પણ આવા બીજાની કામગીરીના ફોટા પોતાના નામે મૂકી પ્રજાની વાહ વહી લૂંટવાનો મતલબ શુ…?
