ચક્રવાત ન્યુઝ નાં અહેવાલ બાદ ધારાસભ્યએ પોસ્ટ હટાવી!!
એક વર્ષ પહેલા મોરબી નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાએ ભૂગર્ભ ગટરો ની સફાઈ કરાવી હતી તેના ફોટાની ઉઠાનતરી કરી એક વર્ષ બાદ ફરી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જસ ખાટવા પ્રયાસ કર્યો હતો જેની પોલ ચક્રવાત ન્યુઝ નાં અહેવાલે અને જાગૃત નાગરિકોએ ખોલી નાખતા ધારાસભ્યએ પોસ્ટ તુરંત ડીલીટ કરી હતી
ચક્રવાત ન્યુઝ હંમેશા પ્રજાલક્ષી પ્રશ્નો સતત ઉઠાવતું રહેશે અને પોતાની જવાબદારી નિભાવતું રહેશે
વાત જાણે એમ છે કે એકાદ વર્ષ પહેલાં મોરબી નગરપાલિકા નાં ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા એ ભુગર્ભ ગટરોની સફાઈ કરાવી હતી જેના ફોટા તેમણે જે તે વખતે સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા હતા. દરમિયાન ધારાસભ્ય હાલમાં તે જ ફોટાનો ઉપયોગ કરી પોતાની દેખરેખ હેઠળ ગટર સફાઈ અભિયાન ચલાવાઇ રહ્યું હોવાનું સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું પરંતુ તેમની આ પોસ્ટ બાદ મુકેલા ફોટા એક વર્ષ પહેલાના હોવાનો ખુલાસો ચક્રવાત ન્યુઝ ના અહેવાલમાં થતા તાબડતોબ ધારાસભ્યએ આ પોસ્ટ ડીલીટ કરવી પડી હતી નર્કાગાર જેવી હાલતમાં રહેલા મોરબીને સોશિયલ મીડિયાની પોસ્ટ કે ઠાલા વચ્ચેનો નથી જોઈતા નકર કામગીરી કરી મોરબીની મૂળભૂત સમસ્યાઓનો નિકાલ જોઈએ સતાધીશોએ નેતાઓએ તથા ઉચ્ચ અધિકારીએ આ વાત સમજવાની તાતી જરૂર છે નહીં તો સોશિયલ મીડિયા પર એવા જાગૃત નાગરિકો પણ છે જે તમારી ઠાલી વાહ વાહીને ઓળખી કાઢી નકર વાસ્તવિકતાનો અરીસો દેખાડી દે માટે પોસ્ટ ડીલીટ કરવી પડે તેના કરતાં નકર કામગીરી કરવામાં આવે તો મોરબીની પ્રજા કોઈ પ્રચાર વિના ખોબલે ખોબલે અભિનંદન અને આશીર્વાદ આપવામાં પાછી પાની નહીં કરે અને નેતાઓને સોશિયલ મીડિયામાં કામગીરી કરી હોવાની જાહેરાતો કરવાની પણ જરૂર નહીં રહે