મોરબીમાં યુવક પર એક શખ્સનો છરી વડે હુમલો
મોરબી: મોરબીના પંચાસર રોડ પર પ્રમુખસ્વામી સોસાયટી -૦૨ માં યુવકની પત્નીના ફોનમાં અવાર નવાર ફોન કરતા યુવકને જાણ થતાં યુવકે શખ્સને ફોન કરવાની પાડતા શખ્સે ગુસ્સે થઈ યુવક પર છરી વડે હુમલો કરી યુવકને ઈજાગ્રસ્ત કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ પ્રમુખસ્વામી સોસાયટી-૨મા રહેતા મનિષભાઇ મનસુખભાઇ સાણંદિયા (ઉ.વ.૩૦) એ આરોપી દીપભાઈ રાજેન્દ્રભાઈ ગોસાઈ રહે. મોરબીના પંચાસર રોડ પ્રમુખસ્વામી સોસાયટી-૨ મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૧-૦૮-૨૦૨૩ ના રોજ રાતના પોણા આઠેક વાગ્યાના અરસામાં આરોપીએ ફરીયાદીની પત્નિના ફોનમાં અવાર નવાર ફોન કરતા ફરીને જાણ થતા આરોપીને ફરીયાદીએ ફોન ન કરવા જણાવતા આરોપી ગુસ્સે થઈ તેના પેન્ટના નેફામાંથી કાઢી હાથમાં રહેલ છરીથી એક ઘા ફરીયાદીના ડાબા ખંભાની પાછળ તથા બીજો એક ઘા તેની બાજુમાં જ મારી ઈજા કરી ફરીયાદીને ઢીંકા પાટુનો માર મારી મુંઢ ઈજા કરી ગાળો ભુંડા બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર મનિષભાઇએ આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ હથિયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.