માળીયાના વેણાસર ગામે જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા
માળીયા (મી): માળિયા (મી) તાલુકાના વેણાસર ગામે નવાપરા શેરીમાં જાહેરમાં ખુલ્લી જગ્યામાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને માળિયા (મી) પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ માળિયા (મી) તાલુકાના વેણાસર ગામે નવાપરા શેરીમાં જાહેરમાં ખુલ્લી જગ્યામાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને ખેંગારભાઇ વિઠ્ઠ્લભાઇ અદગામા ઉં.વ-૪૦, દશરથભાઇ હીરાભાઇ કુંવરીયા ઉં.વ-૨૫, સાગરભાઇ રમેશભાઇ કુંવરીયા ઉં.વ-૨૨, શૈલેષભાઇ પ્રભાતભાઇ કુવરીયા ઉં.વ-૨૭, જેસીંગભાઇ મેરૂભાઇ અદગામા ઉં.વ-૧૯, રહે બધા વેણાસર ગામ તા.માળીયા મીં.વાળાને રોકડ રકમ રૂ.૧૦૬૦૦ નાં મુદ્દામાલ સાથે માળિયા (મી) પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.