હળવદના કેદારીયા ગામે બોલેરો ગાડીમાં ઈંગ્લીશ દારૂના જથ્થાની હેરાફેરી કરતા એક ઝડપાયો, એક ફરાર
હળવદ: હળવદ તાલુકાના કેદારીયા ગામે બોલેરો ગાડીમાં ઈંગ્લીશ દારૂના જથ્થા હેરાફેરી કરતા એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના કેદારીયા ગામે રહેતા આરોપી ઉદયભાઈ ધીરૂભાઇ હળવદીયા (ઉ.વ.૪૨) તથા ચેતનભાઇ ભરતભાઈ પોરડીયાએ બોલેરો પિકઅપ જેના રજીસ્ટર નંબર-GJ-36-V-0936 કિં રૂ. ૩,૦૦,૦૦૦ વાળીમા ઈંગ્લીશ જથ્થની હેરાફેરી કરી ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ – ૪૧ કિં રૂ.૧૭,૧૨૦ તથા બોલેરો ગાડી કિં રૂ. ૩,૦૦,૦૦૦ સાથે હેરાફેરી કરતા કુલ કિં રૂ. ૩,૧૭,૧૨૦ ના મુદ્દામાલ સાથે આરોપી ઉદયભાઈ ધીરૂભાઇ હળવદીયા (ઉ.વ.૪૨) રહે. કેદારીયા તા. હળવદવાળાને હળવદ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ ચેતનભાઇ ભરતભાઈ પોરડીયા રહે. કેદારીયા તા. હળવદવાળો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.