Wednesday, May 21, 2025

ખાખરેચીની સાર્વજનિક હાઈસ્કૂલ તથા પ્રાથમિક શાળાના સયુંકત રીતે સ્વતંત્રતા દિવસની ઉલ્લાસભેર ઉજવણી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માળીયા : માળીયા તાલુકાના ખાખરેચી ગામે ગ્રામ પંચાયત, સાર્વજનિક હાઈસ્કૂલ, મિશ્ર પ્રાથમિક શાળા, કુમાર પ્રા. શાળા અને કન્યા પ્રા. શાળા ના સયુંકત ઉપક્રમે 77મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા પરેડ સાથે ખાખરેચી ગામના સરપંચ વનીતાબેન દિનેશભાઇ પારજીયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું.

વિદ્યાર્થીઓએ સ્વતંત્રતા દિવસ અને દેશના સૈનિકો અને દેશની દીકરી વિશેના પોતાના વિચારો રજુ કર્યા, પ્રસંગને અનુરૂપ વિદ્યાર્થીનીઓ દ્વારા દેશભક્તિ ગીત પર નૃત્ય રજુ કરવામાં આવ્યા, માર્ચ 2023 મા લેવાયેલ ધોરણ 9 થી 12ની પરીક્ષામાં એક થી ત્રણ નંબર મેળવેલ વિદ્યાર્થીઓને ગ્રામ પંચાયત દ્વારા રોકડ પુરસ્કાર, સરપંચ દ્વારા શિલ્ડ તેમજ શાળા દ્વારા રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા.. શાળાના નિવૃત શિક્ષક ભુદરભાઈ હુલાણી તેમજ ગામના જ જશાપરા હરેશભાઇ દ્વારા વિદ્યાર્થીઓને ઉપયોગી એવી ગિફ્ટ આપીને સન્માનિત કર્યા હતા. ગ્રામ પંચાયતના સદાસ્યશ્રીઓએ તેમજ હાજર ગ્રામજનોએ પરેડ, સ્પીચ અને ડાન્સ કરનાર વિદ્યાર્થીઓને પણ રોકડ પુરસ્કાર આપીને પ્રોત્સાહિત કર્યા હતા.

આ ધ્વજવંદનવિધીમાં ખાખરેચીના જ વતની હાલ અમેરિકા રહેતા આરદેસણા ગુણવંતભાઈ ગોરધનભાઈ whats app ના માધ્યમથી જોડાઈને સંપૂર્ણ કાર્યક્રમ નિહાળી મેરી મિટી મેરા દેશના અભિયાનને સાર્થક કર્યુ હતું.

શ્રી સાર્વજનિક હાઈસ્કૂલમા આચાર્યની જગ્યા પર નિમણુંક મેળવતા આ શાળાના જ શિક્ષક મેહુલભાઈ ભોરણિયાનું ગામના સરપંચ તેમજ સદસ્યો શાલથી અભિવાદન કર્યુ હતું.. તેમજ શાળાના તમામ સ્ટાફગણ દ્વારા પણ આચાર્યનું શાલથી બહુમાન કરવામાં આવ્યું.. તમામ હાજર ગ્રામજનોએ પણ શાળાના આચાર્યને શુભેચ્છાઓ પાઠવી હતી.

ખાખરેચીના તમામ ગ્રામજનો અને ગ્રામ પંચાયતના સહકારથી સાર્વજનિક હાઈસ્કૂલના ધાબા પર ચાઈના ટુકડી, ગ્રીલ, શાળાને કલરકામ, શાળાની લોબીમાં વીટ્રીફાઈડ જેવા રિનોવેશન કાર્ય કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.. આ રીનોવેશન કાર્યમાં તન, મન, ધન અને સમયનો ભોગ આપીને સેવા કરનાર તમામનું સાર્વજનિક હાઈસ્કૂલ શાળા પરિવારે અભિવાદન પાઠવી હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો ..

સ્વતંત્રતા દિવસ નિમિત્તે આઝાદી માટે બલિદાન આપેલ શહિદવીરો ને યાદ કરીને આઝાદીની ચળવળમા ખાખરેચી સત્યાંગ્રહમા ગામના સ્વતંત્ર્ય સેનાની લીંબાભાઇ દેવશીભાઇ પારજીયા તેમજ બીજા સ્વાતંત્ર્ય સેનાની  ગંગારામભાઈ બેચરભાઈ બાપોદરિયાએ આપેલા બલિદાનના ઇતિહાસને વાગોળીને શ્રદ્ધાંજલિ અર્પી હતી..

આ કાર્યક્રમમા ખાખરેચી ગ્રામ પંચાયતના સરપંચ વનીતાબેન દિનેશભાઇ પારજીયા , ખાખરેચી જિલ્લા પંચાયતના સભ્ય મહેશભાઈ પારજીયા, તમામ સદસ્યો, તમામ શાળાના આચાર્ય તથા શિક્ષકગણ, આંગણવાડી, પોલીસ વિભાગ અને ગ્રામજનો, તમામ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ઉજવ્યો હતો..

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર