Wednesday, May 21, 2025

મોરબીના ખારેચીયા ગામના પાટીયા પાસે ટ્રકે ટ્રેક્ટરને હડફેટે લેતા યુવકનુ મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના ખારેચીયા ગામના પાટીયા નજીક આવેલા ડ્રાયવઝન પાસે ટ્રકે ટ્રેક્ટરને હડફેટે લેતા ટ્રેકટરના સાતીડા પર બેઠલ યુવક તેમજ તેના સાથી રોડ ઉપર પછડાઈ યુવક ટ્રકનાં વ્હીલ નીચે કચડાઇ જતાં યુવકનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ભોગ બનનાર યુવકની પત્નીએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મુળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબી તાલુકાના નવા ખારચીયા ગામે રહેતા અને મજુરી કામ કરતા સબલીબેન માનસિંહ મેહડા (ઉ.વ.૨૬) એ આરોપી ટ્રક ટેન્કર રજીસ્ટર નંબર-GJ-12-BW-7159 ના અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૧૫-૦૮-૨૦૨૩ ના રોજ સવારના આશરે સાતેક વાગ્યાની આસપાસ આરોપીએ પોતાના હવાલાનુ ટ્રક ટ્રેન્કર રજી નં-GJ-12- BW-7159 વાળુ રોડ ઉપર પુરઝડપે અને ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે બેફકરાઇથી બેદરકારી ભરી રીતે ચલાવી આવી આગળ જતા ફરીયાદીના શેઠના ટ્રેકટર રજીસ્ટર નંબર-GJ-36-R-6036 ના પાછળના સાંતીડા સાથે ઠોકર મારી વાહન અકસ્માત કરી ટ્રેકટરના સાંતીડા ઉપર બેઠેલ ફરીયાદીના પતિ તથા સાહેદોને રોડ ઉપર પછાડી દઇ તથા ફરીયાદીના પતિને ટ્રક ટેન્કરના આગળના ડ્રાઇવર સાઇડના વ્હિલ નીચે કચડી સ્થળ ઉપર મોત નિપજાવી તથા ફરીયાદી તથા સાહેદોને નાની મોટી શરીરે ઇજાઓ પહોચાડી અકસ્માતની નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ નહી કરી પોતાના હવાલા વાળુ ટ્રક ટેન્કર સ્થળ ઉપર મુકી નાશી ગયો હતો. આ બનાવ અંગે સબલીબેને આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૨૭૯, ૩૩૭,૩૦૪(અ), તથા એમ. વી. એક્ટ કલમ -૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર