હળવદના રણમલપુર ગામે વૃદ્ધનું મકાન એક શખ્સે પચાવી પાડ્યું
હળવદ: હળવદ તાલુકાના રણમલપુર ગામે વૃદ્ધનું મકાન એક શખ્સે પચાવી પાડી ગેરકાયદેસર કબજો આજદીન સુધી ચાલુ રાખતા વૃદ્ધે આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ -૨૦૨૦ મુજબ ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મુળ હળવદ તાલુકાના રણમલપુર ગામે રહેતા અને હાલ અમદાવાદ શહેરમાં રહેતા કરશનભાઇ પુંજાભાઈ રાઠોડ (ઉ.વ.૮૧) એ આરોપી કાનજીભાઇ પુંજાભાઈ રાઠોડ રહે. રણમલપુર ગામ તા. હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે આજથી પચ્ચીસ વર્ષ પહેલાથી આજદીન સુધી આરોપીએ આ કામના ફરીયાદીને સરકાર દ્રારા મળેલ રણમલપુર ગામતળ પ્લોટ નં.૩૬ જેના ૮૩.૬૧ ના ક્ષેત્રફળ વાળી જમીનમાં ફરીયાદીએ બનાવેલ મકાનસંપુર્ણ પણે ઈરાદાપુર્વક, ગેરકાયદેસર રીતે કબજો કરી હાલે પણ કબ્જો ચાલુ રાખી મકાનમાં આરોપી રહી ઉપભોગ કરી ગેરકાયદેસર કબજો ચાલુ રાખી પ્લોટમાં બનાવેલ મકાન પચાવી પાડ્યું હોવાની ભોગ બનનાર કરશનભાઇએ આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી કાનજીભાઇ પુંજાભાઈ રાઠોડની અટક કરી આરોપી વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ની કલમ-૩,૪(૧)(૩), ૫(ગ)મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.