મોરબી: હિન્દુ ધર્મમાં પુરુષોત્તમ મહિનાનો એક અલગ અને આગવો મહિમા છે આ મહિનામાં મહિલાઓ દ્વારા જપ તપ વ્રત અને દાન પૂણ્ય કરી પુરુષોત્તમ ભગવાનની પુજા અર્ચના આરાધના કરવામાં આવે છે
ત્યારે મોરબીના કેનાલ રોડ પર આવેલ વૃંદાવન પાર્ક સોસાયટીમાં”રાધે ગોપી” મંડળ દ્વારા પુરુષોત્તમ મહિનામાં જપ તપ વ્રત પૂજન અર્ચન સાથે અને ધાર્મિક કાર્યક્રમોની રંગે ચંગે ઉજવણી કરવામાં આવતી હતી તેમજ આજ રોજ પુરુષોત્તમ મહિનાનો છેલ્લો દિવસે અમાસ ના રોજ “રાધે ગોપી” મંડળ દ્વારા બ્રાહ્મણોને દાન આપી ભોજન કરાવી જપ તપ વ્રત અને પૂજન અર્ચન સાથે પુરુષોત્તમ મહિનાની રંગે ચંગે ઉજવણી કરી હતી આ કાર્યક્રમમાં જીલ્લા પંચાયત સદસ્ય મહેશભાઈ પારેજીયા પણ ઉપસ્થિત રહ્યા હતા
