મોરબીમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા ચાર ઝડપાયા
મોરબી: મોરબીના નવા મહેન્દ્રનગર શીતળામા વિસ્તાર આનંદ એપાર્ટમેન્ટ ૨૦૨ ફ્લેટ આરોપી અમરશીભાઈ વિરજીભાઈ બારૈયાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબીના નવા મહેન્દ્રનગર શીતળામા વિસ્તાર આનંદ એપાર્ટમેન્ટ ૨૦૨ ફ્લેટ આરોપી અમરશીભાઈ વિરજીભાઈ બારૈયાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો અમરશીભાઇ વિરજીભાઇ બારૈયા ઉવ.૭૦ રહે. આનંદએપાર્ટમેન્ટ ૨૦૨ નવુ મહેન્દ્રનગર શીતળામાં વિસ્તાર પાસે મોરબી-૨, અશોકભાઇ વલમજીભાઇ બારૈયા ઉવ.૪૫ રહે. શીવપુર પટેલવાસ પેલી શેરી તા.હળવદ જી.મોરબી, ભીખાભાઇ રામજીભાઇ દલસાણીયા ઉવ.૫૦ રહે. ધર્મમંગલ સોસાયટી હનુમાન મંદિર વાળી શેરી મહાદેવભાઇ ભુરાભાઇ પટેલના મકાનમાં ભાડેથી મહેન્દ્રનગર મોરબી-૨, ભગવાનજીભાઇ મનજીભાઇ કાલરીયા ઉવ.૫૮ રહે. ધર્મમંગલ સોસાયટી હનુમાનમંદિર નજીક બીજી શેરી મહેન્દ્રનગર મોરબી-૨વાળાને રોકડ રકમ રૂ. ૨૬,૬૦૦ નાં મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.