મોરબીના ત્રાજપર ગામે જુગાર રમતા છ મહીલા ઝડપાઈ
મોરબી: મોરબીના ત્રાજપર ગામ ચોરા પાસે જાહેરમાં શેરીમાં તીનપત્તીનો જુગાર રમતા છ મહીલાને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી છે.
મળતી માહિતી મુજબ મોરબીના ત્રાજપર ગામ ચોરા પાસે જાહેરમાં શેરીમાં તીનપત્તીનો જુગાર રમતા છ મહીલા સોમીબેન ઘોઘાભાઇ વરાણીયા ઉ.વ.૬૫ રહે. ત્રાજપર ચોરા પાસે મોરબી-૨, બબીબેન જયંતીભાઇ મકવાણા ઉ.વ.૬૦ રહે. ઓરીએન્ટલ બેંક વાળી શેરી ત્રાજપર મોરબી-૨, શારદાબેન જેસીંગભાઇ પાટડીયા ઉ.વ.૩૫ રહે. સરકારી નીશાળ પાછળ ત્રાજપર ગામ મોરબી, ગૌવરીબેન ભલાભાઇ બાબરીયા ઉ.વ.૫૫ રહે. નાથાભાઇન મકાનવાળી શેરી ત્રાજપર ગામ મોરબી-૨, જયશ્રીબેન પ્રવિણભાઇ વરાણીયા ઉ.વ.૩૪ રહે.ત્રાજપર ગામ ચોરાવાળી શેરી મોરબી-૨, રીટાબેન અશોકભાઇ માનેવાડીયા ઉ.વ.૨૬ રહે. ત્રાજપર ચોરા પાસે મોરબી-૨વાળાને રોકડ રકમ રૂ.૪૨૩૦ નાં મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.