Wednesday, May 21, 2025

શ્રી સજનપર પ્રા. શાળામાં”લાઈફસ્કીલ-આનંદમેળા”ની અનોખી રીતે ઉજવણી કરાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

આજરોજ તા.12-8-2023 ના રોજ શાળામાં “લાઈફસ્કીલ આનંદમેળા’ ની ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના ધો. 6 થી 8 ના બાળકોને પ્રાથમિક કક્ષાથી જ ધંધાકીય આવડતનો વિકાસ થાય તે હેતુથી વિવિધ સ્ટોલ લગાવવામાં આવ્યા જેમાં બધા બાળકોએ પોતાની રીતે વિવિધ ખાણી-પીણીની વસ્તુઓના સ્ટોલ લગાવ્યા જેમાં પાણીપુરી, ભેળ, દાબેલી, વેજીટેબલ સેડવીચ, પાઉંભાજી, ભૂંગરા બટેટા,ઘૂઘરા-સમોસા, ચના મસાલા, લિબુ સરબત-સોડા, કટલેરીની વસ્તુઓ વગેરે જેવા વિવિધ સ્ટોલ કરવામાં આવ્યા આ બધા જ સ્ટોલની મોટી સંખ્યામાં વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ મુલાકાત લીધી. વિદ્યાર્થીઓમા ધંધાકીય અભિગમ કેળવાય તે હેતુથી વાલીઓ અને શિક્ષકોએ દરેક વિદ્યાર્થીઓને પૈસા આપી નાસ્તાની ખરીદી કરી

વિદ્યાર્થીઓ વધુ નફો કેમ કમાવવો એ માટે યોગ્ય પ્રયત્ન કરે તે હેતુથી સૌથી વધુ નફો કરનારને શાળા તરફથી ઇનામ પણ આપવામાં આવ્યું.બધા બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને શાળાના તમામ બાળકોએ આ આનંદમેળામાં ખૂબ જ મજા માણી હતી.

 

સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષિકા બહેન કાવર માયાબેન જે. અને દલસાણીયા ડિમ્પલબેન વી. એ કરેલ હતું અને શાળાના તમામ શિક્ષકોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી જે બદલ તમામ શિક્ષકોને શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર