Thursday, May 22, 2025

હળવદ તાલુકા પંચાયત ખાતે તાલુકા કક્ષાનો મારી માટી મારો દેશ કાર્યક્રમ યોજાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા સહિતનાએ શિલાફલકમનું અનાવરણ કરી, માટીને વંદન કરીને તિરંગાને સલામી આપી

મોરબી જિલ્લાની હળવદ તાલુકા પંચાયત ખાતે ગત તા.૧૭-૦૮-૨૦૨૩ના રોજ હળવદ તાલુકા કક્ષાના મારી માટી મારો દેશ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.

હાલ સમગ્ર દેશમાં મારી માટે મારો દેશ કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લામાં પણ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે હળવદ તાલુકા પંચાયત ખાતે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાની પ્રેરક ઉપસ્થિતિમાં મારી માટે મારો દેશ કાર્યક્રમની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે ધારાસભ્ય સાથે સર્વે મહાનુભાવોએ શિલાફલકમનું અનાવરણ કર્યું હતું. કળશમાં માટી અર્પણ કરી માટીને વંદન કરીને તિરંગાને સલામી આપી હતી. ઉપસ્થિત સર્વોએ પંચ પ્રાણ પ્રતિજ્ઞા લીધી હતી

આ કાર્યક્રમ દરમિયાન તાલુકા પંચાયત કચેરી ખાતે મુલાકાતીઓ માટે નવનિર્મિત પ્રતીક્ષાકક્ષ કમ લાઈબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું.

આ પ્રસંગે ધારાસભ્ય સાથે તાલુકા વિકાસ અધિકારી મેહુલભાઈ સિંધવ, મામલતદાર ચિંતન આચાર્ય, હળવદ માર્કેટીંગ યાર્ડના પ્રમુખ રાજનીભાઈ સંઘાણી નિલેશભાઈ ગામી, સહિત સ્થાનિક પદાધિકારી/અધિકારીઓ સહિત બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર