મોરબીના લોકો સતત કંઈક ને કંઈક દાન કરતા રહેતા હોય છે એમાંય સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોને ઉપયોગી પાયાની સગવડો પુરી પાડવી,શૈક્ષણિક કીટ અર્પણ કરવી,વગેરે દાનની પ્રવૃત્તિઓ કરી બાલ દેવો ભવ: ની ભાવનાને સાર્થક કરતા હોય છે ત્યારે અત્રેની માણેકવાડા શાળામાં સોડિયમ સિલિકેટ બનાવતી રંગપર ગામ પાસે આવેલ સેટેલાઇટ ઇન્ડસ્ટ્રીઝ ના માલિક માણેકવાડા ગામના હિરેનભાઈ રતિલાલ દેત્રોજાએ 25000/- રૂપિયા પચ્ચીસ હજાર નું મોંઘામુલનું આધુનિક ટેકનોલોજી વાળું વોટરપ્યુરીફાયર શાળાને અર્પણ કરેલ હોય બાળકો હોંશે હોંશે શુદ્ધ પાણી પીને તરસ છીપાવી રહ્યા છે અને દિલેર દાતા હિરેનભાઈનો હૃદયપૂર્વક વંદન રહ્યા છે.દાતાના અદકેરા દાનને શાળાના આચાર્ય વિપુલભાઈ અઘારા તેમજ શાળા પરિવાર દિલથી આભાર પ્રકટ કર્યો છે.
મોરબી તાલુકાના વનાળીયા ગામે મહિલાના સસરા ધારાભાઈએ એમના ઘરની લાઈટ બંધ કરી દિધેલ હોય જે બાબતે મહિલાના પતિ આરોપીને કેમ લાઇટ બંધ કરી દિધેલ છે તેમ કહેવા જતા આરોપીએ મહિલાના પતિ જોડે બોલાચાલી કરી ધોકા વડે મારમારતા મહિલા છોડાવવા જતા મહિલા પર ધાર્યા વડે હુમલો કરી ઇજા કરી હતી...
મોરબી જીલ્લામાં ક્રાઈમમા દિનપ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે મોરબી જિલ્લામાં જાણે લુખ્ખા તત્વોને પોલીસનો ડર જ નથી છરી અને બંદુક સાથે રાખી ફરી રહ્યા છે ત્યારે માળિયા મીયાણા તાલુકાના મોટા દહિસરા થી નવલખી રોડ જીઇબી પાવર હાઉસ સામે રોડ ઉપર યુવકની ગાડીના કાચ ખોલાવી ગાળો આપતા યુવકે ગાળો...